STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

ગજરો

ગજરો

1 min
2

કેશનો ગજરો ફક્ત ફૂલોની નજર બની રહ્યો છે,
કરમાઈ જવાનો ભય એની ડગર બની રહ્યો છે.

જેના હાથમાં આવ્યો હોય - એણે ક્યાં મન ભરીને જોયો ?
એ શણગાર થયેલો પણ બેઅસર બની રહ્યો છે.

બધું બદલાઈ રહ્યું રોજે-રોજ રાહ ક્યાં સુધી જુએ ?
ને મિલનનો આનંદ હવે ક્ષણિક સફર બની રહ્યો છે.

ફર્ક એને ક્યાં પડતો હશે કે કોના માથે ગૂંથાયો, હું જાણું છું - અંતે તો માટીની ખબર બની રહ્યો છે.

પૂછી લો વહેતા પવનને - ક્યાં ગઈ એ મહેંક બાકી ?
કે વીતેલો સમય પણ એના વગર બની રહ્યો છે.

જીવનના બધા ખેલ નિરાળા - પણ વ્યર્થ છે અક્ષર,
આ જન્મીને મરવાનો નિયમ અફર બની રહ્યો છે.

    - દિનેશ નાયક 'અક્ષર'


Rate this content
Log in