STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

મનાવો જશ્ન

મનાવો જશ્ન

1 min
4

મનાવો જશ્ન આજે ખુશીનું નવું જીવન, થનગને છે,
ઉદાસીનાં વાદળ હટાવો નવું ચમન થનગને છે.

હવે નથી ખોવી આ ક્ષણોને એ જ સદાય યાદ રહેશે,
હૃદયમાં પ્રેમની સુગંધ લઈને વતન થનગને છે.

ભલે યોગ-સંજોગ બદલાયા પણ 
ઉમંગો ક્યાં અટક્યા ,
હવે શ્વાસમાં મિલનનું નવું ગગન થનગને છે.

નજર જ્યાં ત્યાં ફરે છે ત્યાં હવે શું શોધતો તું કાયમ, અમારા દર્દની દવા આ છે, રોજ મનન થનગને છે.

હવે જરા રાખ ધીરજ, સફરનું ફળ છે નક્કી,
વિખેરો આળસ તો સફળતાનું જનન થનગને છે.


Rate this content
Log in