STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

અષાઢે એક ગીત

અષાઢે એક ગીત

1 min
1

અષાઢે અષાઢે આભ ઝૂક્યું, ને વાદળ રેલાયું, પાંપણના પડદે સખી, પદ કોઈ ગવાયું. પછવાડેથી પવન આવ્યો, ચૂંદડીનો છેડો ઝૂલે, મોરલાના ટહુકે સખી, વન આખું રે ડોલે; લીલાછમ આ અંધારે, લોચન મારું અંજાયું, અષાઢે આભ ઝૂક્યું, ને વાદળ રેલાયું. ઝરમર ઝરમર મેહુલો, અંગે અંગે વરસે, કોના મીઠા સ્મરણે સખી, મન મારું આ તરસે; રાત સ્મરણની ઓઢણી, મનમાં જઈ સમાણી, કોરી આ કાયામાં, ભીનાશ આજે લખાણી ! ડાળે ડાળે પાંદડાં, મોતી જેવાં ઝળહળ્યાં, રોમે રોમે સ્નેહનાં, અજવાળાં જાણે ફળ્યાં; બંધ પાંપણની ભીતરે, સ્વપ્ન એક મલકાયું, અષાઢે આભ ઝૂક્યું, ને વાદળ રેલાયું.

-દિનેશ નાયક 'અક્ષર'
      સરડોઈ


Rate this content
Log in