વરસે રે વરસાદ
વરસે રે વરસાદ
1 min
4
વરસે રે વરસાદ
ઝરમર વરસે રે વરસાદ,
નભ, મૌસમ મદમસ્ત; ઝરમર વરસે રે વરસાદ.
તન-મન ભીંજવે ભીની ભીની બહાર,
સૂર્યકિરણથી ચમકતી સવાર.
ઝરમર વરસે રે વરસાદ,
નભ, મૌસમ મદમસ્ત; ઝરમર વરસે રે વરસાદ.
હૃદયમાં મોહક માદક સુવાસ,
આછો આછો ઊઘડે ઉજાસ.
ઝરમર વરસે રે વરસાદ,
નભ, મૌસમ મદમસ્ત; ઝરમર વરસે રે વરસાદ.
ભીની માટીની મહેકતી અસર,
મન યાદોથી તરબતર.
ઝરમર વરસે રે વરસાદ,
નભ, મૌસમ મદમસ્ત; ઝરમર વરસે રે વરસાદ.
-દિનેશ નાયક "અક્ષર"
