તરસતી ચાંદની
તરસતી ચાંદની
ચાંદનીમાં તરસતી અંધારી રાત છે,
હૈયાને દઝાડી રહી તારી જ વાત છે.
વિશ્વાસના ઘૂંટ ઝેરની સમ પીધા,
જીવન પથમાં મળ્યા ફક્ત આઘાત છે.
આંખથી જોયેલાં સપનાં રહ્યાં અધુરા,
હર પગલે દુઃખની પડતી ભાત છે.
હવાની લહેર સ્હેજ યાદ ભીની લાવે,
માયૂસ દિલની એજ એક મિરાત છે.
રાહ પણ અણજાણ અને અટપટી,
પહોંચવા મંઝિલ સુધી હજી તાકાત છે.
-દિનેશ નાયક 'અક્ષર'
