કબૂતરનું ટોળું
કબૂતરનું ટોળું
1 min
2
ચણના એક એક દાણા કાજે,
ઊતરે આખું ટોળું,
નથી વેર કે નથી ઝેર ત્યાં,
હૈયું સૌનું ભોળું.
પાંખોમાં છે લય અનોખો,
ઘૂં-ઘૂં કરતો સંવાદ,
એક ઊડે તો સૌ ઊડે ત્યાં,
કેવો ગૂંજે નાદ !
માનવ તારા મેલ કપટમાં,
ભૂલ્યો ભાઈચારો,
કબૂતરના આ ટોળાં પાસે,
લે તું પાઠ ન્યારો.
નથી વાડા કે નથી સીમાડા,
નથી નડતી જ્ઞાતિ,
સંગે ચણે ને સંગે ઊડે,
શાંતિ એની ખ્યાતિ.
-દિનેશ નાયક 'અક્ષર'
