દીવાનગી
દીવાનગી
દીવડાઓ ઝળકયા હતા અચાનક દિલના ઓરડે,
મિલનની ભાવના હીરલે કેવી જડી હતી.
રંગો ભરી પિચકારી ભરેલી ભાવથી કેવી,
એ જીવનની અનમોલ જીવંત ઘડી હતી.
ફૂલોની સોડમથી વગડો મહેક્યો માદક બની,
નશીલી આંખોમાં જુવાનીની મજા ચડી હતી.
જીવનભર દુનિયાના બાગમાં ઉડ્યો આમતેમ,
જુઓ, ભગવાનને પણ ક્યાં મારી પડી હતી.
ભૂતકાળના સંભારણા નાખ્યા હોળીની આગમાં,
વ્યથાના ભારથી ઝૂકેલી આંખો રડી હતી.
ચૂપ રહ્યા, હોઠ રાખ્યા બંધ ને સ્વીકારી તનહાઈ,
તો યે પ્રીતની દીવાનગી દિલને નડી હતી.