STORYMIRROR

Nagin Vankar

Tragedy

4  

Nagin Vankar

Tragedy

ખોવાયુંં તે ખોળી લઈએ

ખોવાયુંં તે ખોળી લઈએ

1 min
28.2K


ખોવાયુંં તે ખોળી લઈએ,

જીવનને ઝબકોળી લઈએ.


ડાળે ડાળે લચી પડેલા,

તડકાઓને તોડી લઈએ.


સીમની સાથે સગપણ જૂનું,

જાતને પાછી જોડી લઈએ.


ડામર નીચે ધરબાયેલાં,

પગલાં પાછા દોડી લઈએ.


મારું-તારું હોય શું એમાં ?

પથ્થરને ઉછાળી લઈએ !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nagin Vankar

Similar gujarati poem from Tragedy