ટેગ કર તારા હૃદયમાં
ટેગ કર તારા હૃદયમાં
નજરની ટાંકણીથી ટેગ કર તારા હૃદયમાં,
પછી એ પોસ્ટને તું શેર કર મારા હૃદયમાં.
મને મારી દશા ક્યારેય સમજાતી નથી, પણ;
નજરમાં તું મળે તો થાય સિતારા હૃદયમાં.
ભલે હો ઘર અમારું છત વિનાનું તે છતાં, મેં
પ્રણયમાં તો ચણી લીધા છે મિનારા હૃદયમાં.
અરીસાની કને જઇ હું ઘણું બોલી શકું છું;
તું મારી સામે હો તો થાય ઝબકારા હૃદયમાં.
હવે હું આખરી પત્તા બિછાવું છું પ્રણયમાં,
મને થોડી જગા દેશો તમે સારા હૃદયમાં.
નશામાં ને નશામાં હું રહું છું આખો દિવસ,
પડે છે રાત ને ઉગે છે પીનારા હૃદયમાં.
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા