પાંપણના છેડે
પાંપણના છેડે
1 min
26.5K
મારી આંખોની પાંપણના છેડે મેં તો બાંધ્યું છે તળાવ
એની યાદોના ટોળાને ભીતરે સમાવી
બેઠો છું મારા ઘરના ખૂણામાં
ટપ ટપ આંસુના પડઘાનો અવાજ
મારા ઘરની દીવાલો સાંભળશે અંધારામાં
મારા ભીતરના ખાલીપાને પૂરો કરવાને તું આવ
મારી આંખોની પાંપણના છેડે મેં તો બાંધ્યું છે તળાવ
એની યાદોના લીધે આંખોની ફરતે ડાઘા
ને ડાઘા પાછા કાળા ડિબાંગ
ઝરણાં માફક આંસુઓ ટપકી ટપકીને
આંસુના લીસોટાના થ્યા છે નિશાન
કોણ કહે એને કે આતો છે એની સાથેનો લગાવ
મારી આંખોની પાંપણના છેડે મેં તો બાંધ્યું છે તળાવ