STORYMIRROR

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

દ્વાર ડેલી

દ્વાર ડેલી

1 min
13.9K


 

છે બાગમાં પણ ચંપો ચમેલી
તેથી હવામાં સુગંધ વણેલી

રેખા વગરની ખાલી હથેળી
એવું જીવન છે ને મા મરેલી

હું માંડ આ દિલને સાચવું છું
દર્દો સહીને ભીંતો ચણેલી

એકાદ સપનું પૂરું કરો તમે
ઈચ્છા અમારી થઈ છે વધેલી

સુખ દુઃખ બેઉં છે દોસ્ત પાક્કા
માણસ બન્યા એના દ્વાર, ડેલી

"પાકા ઘડે કાંઠા ના ચડે" હો
કુંભાર છે સૌ, લાઠી અડેલી

 


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍