Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Romance Others

3  

Deepak Solanki

Romance Others

ગઝલ - વાત જાણે એમ છે

ગઝલ - વાત જાણે એમ છે

1 min
6.6K


આપની એ યાદ છે,વાત જાણે એમ છે ;

શ્વાસ તારો સાદ છે,વાત જાણે એમ છે .

કોઈએ કીધું નહીં કે પ્રણય દર્દો દે છે ;

દર્દનો વરસાદ છે,વાત જાણે એમ છે .

લાત મારી જાય છે,દર્દ આપી જાય છે ;

સૌ અહીં આઝાદ છે,વાત જાણે એમ છે .

'હા' અને 'ના'ની રમત છે પ્રણય દિલને કહો ;

ઇશ્ક પણ વિવાદ છે,વાત જાણે એમ છે .

'હા' ગઝલનું એક કારણ તમે છો છે ખબર ;

દર્દનો અનુવાદ છે,વાત જાણે એમ છે .

હોય તો દે જો પુરાવો બધાને પ્રેમનો ;

પત્ર પણ એકાદ છે,વાત જાણે એમ છે .

આવ નફરતનો તને અર્થ દેખાડું 'રહીશ'

પ્રેમનો અનુવાદ છે,વાત જાણે એમ છે .


Rate this content
Log in

Similar gujarati poem from Romance