ગુજરાતી ગઝલ
ગુજરાતી ગઝલ
1 min
762
કોઈ કાપે કાપવા દો,
કોઈ બોલે બોલવા દો,
આપ મેળે બંધ થાશે,
નામ એનું જાપવા દો,
કોણ કોનું એ ખબર છે ?
જાત સામે આવવા દો,
સૂર્ય આજે અસ્ત ના થ્યો,
અન્ય દિશા શોધવા દો,
બોલ તારે શું થવું છે,
માણસોને માણવા દો,
ભીંત પણ આજે રડી'તી,
બે'ક આંસુ સારવા દો,
પ્રેમ પામી ના શકીયે,
કો'કને દિલ આપવા દો,
રોજ ઈશ્વર કેટલું દે,
પાપ સમજી ભૂસવા દો.