STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જીવન એક સંઘર્ષ

જીવન એક સંઘર્ષ

1 min
330


જીવન એક સંઘર્ષ છે.

ડગલે ને પગલે તારી ઇમતિહાન છે.

હારીશ નહિ આ દુઃખોના ક્ષણિક પરપોટાથી.

ખૂબ અંધારા પછી ઉજળી સવાર હોય છે.

શીખ આ પતંગિયા પાસેથી.

કોશેટામાંથી એ પતંગિયું બનવા સંઘર્ષ

અપાર કરે છે

થાકે છે ક્યાં આ કરોળિયો.

તૂટે તોય વારંવાર પોતાની જાળ ગૂંથે છે.

અરે તું તો છે શક્તિનો ભંડાર.

તારી પાસે બુદ્ધિ છે અપ્રાર.

કર પ્રયત્નો વારંવાર.

સફળતા ચોક્કસ મળશે અપરંપાર.

ટાંકણાના ઘા સહન કરી .

પથ્થરમાંથી મુરત બને.

મંદિરમાં એ સ્થાન પામે.

શા માટે

તું નિષ્ફળતા થી ડરે ?

નિષ્ફળતા જ છે સફળતાની ચાવી.

કુદરત પણ કેટ

લુંય નવું શીખવે.

વાદળ ફાટવાથી વર્ષા થાય.

ધરતી સુંદર હરિયાળી બને.

ધરતી ફાટે બીજ અંકુરિત થાય.

વટ વૃક્ષ બને.

વરસો કોલસો જમીનમાં દટાય,

હીરો બને.

તું પણ ઈશ્વરનો સર્જેલો હીરો છે.

શા માટે તારું મૂલ્ય ઓછું આંકે ?

ઘોર અંધકાર પછી સૂરજ પણ,

નવી આશા નવો ઉજાસ લાવે.

મનમાં ઉમંગના બીજ વાવે.

તું આમ શા માટે થાકે ?

આ પાણીની ધાર પણ ચટ્ટાન તોડે.

આ દુઃખ તો છે બરફ જેવું,

સંઘર્ષનો તડકો મળતા પીગળી જશે.

પાણીની જેમ વહી જશે.

બસ ધીરજ રાખ.

આ દિવસો પણ વાહી જશે.

બસ સંઘર્ષ કર.

જીવનનું બીજું નામ છે સંઘર્ષ.


Rate this content
Log in