દિવાળી
દિવાળી
1 min
334
ધડામ ધડામ અવાજો ચારે તરફથી અથડાય છે,
દિવાળીના દિવસે ધુમાડાથી હવા પણ રુંધાય છે,
હજારોના પૈસા આમ દારુ ગોળા ફટાકડે વેડફાઈ,
શું જરાક સમજદારીથી દિવાળી પર્વ ના ઉજવાય ?
અસત્ય પર સત્યતાના વિજયનો છે આ ઉત્સવ,
દેખાદેખીના અનુકરણે સાચો મર્મ શીદને વિસરાય,
દરકાર કર્યા વિના પ્રકૃતિમાં બેફામ વાયુ પ્રદુષણ વેરે,
દિવાળી પવિત્ર દિવસે અજાણતા વિનાશ નોતરાય,
નહીં વિચારણા કરીયે તો વધુ દિવાળી નહીં ઉજવાય,
સાંજ માનવ જાત નામેય પણ પૃથ્વીથી જશે ભૂસાઈ.