મિત્રતા છે અનોખી રે લોલ
મિત્રતા છે અનોખી રે લોલ
ભાઈબંધી ભાઈબંધીમાં ફેર છે,
ને તેની અનોખી રીત છે,
મિત્રતા છે અનોખી રે લોલ...
સુખ દુઃખમાં સાથે રહે,
ને એકબીજાની મશ્કરી સહે,
મિત્રતા છે અનોખી રે લોલ...
એકબીજા વગર રહી ના શકે,
ને મિત્રનું દુઃખ સહી ના શકે,
મિત્રતા છે અનોખી રે લોલ...
મદદ કરવા હંમેશા રહે તત્પર,
ને પોતાનું સર્વસ્વ કરી દે ન્યોછાવર,
મિત્રતા છે અનોખી રે લોલ...
પકડાપાટી સાથે રમી ગેલ કરે,
ને જીવનને પળે-પળે શણગારે,
મિત્રતા છે અનોખી રે લોલ...
સાથે વાતો કરી મન હળવું થાય,
ને સંગે ફરી સદગુણો શીખાય,
મિત્રતા છે અનોખી રે લોલ...
એક મિત્ર કાફી છે જિંદગીમાં,
ને તેની દોસ્તી સાચી રાહમાં,
મિત્રતા છે અનોખી રે લોલ.
