કુદરતની મહિમા અપરંપાર
કુદરતની મહિમા અપરંપાર
1 min
464
પ્રકૃતિના દરેક તત્વો છે ઉપયોગી
ને તેના સ્વરૂપો છે અનેકરંગી
કુદરતની મહિમા અપરંપાર
ચોમાસે મેહુલિયાની કૃપા થાય
ને ધરતી હરિયાળી બની સોહાય
કુદરતની મહિમા અપરંપાર
નદી, ઝરણામાં ખળખળ પાણી વહે
ને પુષ્પોની મધુર મહેક ચોમેર પ્રસરી રહે
કુદરતની મહિમા અપરંપાર
વૃક્ષો પર સુંદર મજાના ફળો ઝુલે
ને તેના સૌંદર્યને માણી જીવન ખીલે
કુદરતની મહિમા અપરંપાર
સૂર્યના સોનેરી કિરણો ધરતીને પ્રકાશિત કરે
ને ચંદ્રની શીતળતા મનમાં પ્રસન્નતા ભરે
કુદરતની મહિમા અપરંપાર
