Hiten Patel

Inspirational

3  

Hiten Patel

Inspirational

જિંદગી

જિંદગી

1 min
391


મેં જિંદગીને માણી છે, 

મારી જિંદગીનો દોસ્ત બની !


મેં જિંદગીને જાણી છે, 

મારી જિંદગીની સાથે જીવી !


જીવી જવાનું કેટલું સહેલું છે !?

જો પવનની દિશામાં હલેસું છે !


પોતે મનથી દ્રઢ નિશ્ચયી બની જવાનું, 

સફળતા માટેનું કામ પહેલું છે !


રોજ રોજ નવા પડકારો મળે, 

ઉકેલ માટે નવી નવી દિશાઓ મળે !


ના ધારેલું કદીક અણધાર્યું મળે, 

તો ક્યાંક પામેલું એમ જ ખોવું પડે !


જિંદગીનું કંઈક એવું રમત જેવું છે !

હાર - જીત અને ગમ ખુશીઓની વચ્ચે, 

ચાલુ છું સમતોલ રહી જિંદગીના રસ્તે !


જિંદગી ધારે એમ કરવા દઉં છું મને, 

ત્યારે અણધાર્યું કે મુશ્કેલ લાગતું નથી કશે !


ઉપરવાળાની મરજીથી વધુ ઇષ્ટ થાય છે, 

પાપ પુણ્ય અને કર્મ ફળથી લેખ લખાય છે !


વિશાળ દરિયો હોવાની કોઈ નિસ્બત નથી, 

ખાબોચિયાંના મીઠા જળમાંય મસ્ત જીવાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational