STORYMIRROR

Nilam Jadav

Inspirational

3  

Nilam Jadav

Inspirational

ઝંડો લહેરાય છે રે દિલ્લી ચોકમા

ઝંડો લહેરાય છે રે દિલ્લી ચોકમા

1 min
342

ઝંડો લહેરાય છે રે દિલ્લી ચોકમાં,

દેશની આઝાદીનું પ્રતીક છે,

ને દેશની આન-બાન-શાન છે.

          


કેસરી, સફેદ, લીલો રંગ છે એમાં,

     ને વચ્ચે અશોકચક્ર છે તેમાં,

           ઝંડો લહેરાય છે.


કેસરી રંગ શૂરવીરોની યાદ અપાવે,

    ને સફેદ રંગ શાંતિ દર્શાવે,

           ઝંડો લહેરાય છે.


લીલો રંગ હરિયાળી છલકાવે,

     ને અશોકચક્ર વિકાસ બતાવે,

           ઝંડો લહેરાય છે.


તેની ગાથા છે ખૂબ જ અનેરી,

    ને તેની કિંમત છે પ્રાણથી પ્યારી,

          ઝંડો લહેરાય છે.


એ તો દેશનાં ખૂણે-ખૂણે લહેરાય,

    ને શહીદોની યાદ અપાવી જાય,

          ઝંડો લહેરાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational