વાત કરી જો
વાત કરી જો
તું આવ મારી પાસે જરા વાત કરી જો
છોડ બધાની ચિંતા શરૂઆત કરી જો,
હળવાશથી થોડો મહેનતનો અર્થ
ખૂલી રજૂઆત કરી જો,
આ આકાશ સીધું ખૂલશે
થોડી કબૂલાત કરી જો,
તું છું ત્યાં સુધી કંઈ નથી
થોડી મનની વાત કરી જો,
જરૂરી નથી કઈ પણ તો પણ
પહોંચવા માટેની શરૂઆત કરી જો.
