STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

3  

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

નવાં વર્ષને વધાવીએ

નવાં વર્ષને વધાવીએ

1 min
315

નવા કપડાં પહેરી, નવાં વર્ષને વધાવીએ

સવારે વહેલા ઉઠીને, દેવ દર્શન કરીને

જે સામે મળે તેને રામ રામ કહીને

ચાલો આજે નવા વર્ષને વધાવીએ


ઘેર ઘેર જઈ મોટાને પગે પડીને

હેપ્પી ન્યુઅર, રામ રામ કહીને

હસ્તધનુન કરી લાગણી બતાવીએ

ચાલો આજે નવા વર્ષને વધાવીએ


માવા મિઠાઇ તેમજ વિવિધ વાનગીઓ

એકબીજા સાથે વહેચીને ખાઈને

રાગદ્વેષ ભૂલી જઈ ભાઈચારા સાથે

ચાલો આજે નવા વર્ષને વધાવીએ


જે થયું તે ભૂલી જઈ નવો ચીલો ચીતરીયે

એકબીજાની માફી માગી, એકમેક ભળી જઈએ

વિદાય લઈ રહેલા વર્ષને બાયબાય કહીને

નવા વર્ષને સાથે મળી વેલકમ કરીએ

ચાલો આજે નવા વર્ષને વધાવીએ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational