રાખું છું
રાખું છું
તમે છો ચાંદ, અમે ચકોર,
તમારા આભે ચડવાની હું ખબર રાખું છું,
હૈયે છે અપાર વેદનાઓ તોય,
અધરો પર મુસ્કાન રાખું છું,
મળે છે સ્વજનોથી અસંખ્ય ઘાવ,
તોયે તેના પ્રત્યે અપાર લગાવ રાખું છું,
સ્વભાવ છે એવો મારો,
દુશ્મનો પ્રત્યે પણ લાગણીનો ભાવ રાખું છું,
શૂન્ય બની પાછળ ગોઠવાઈ જાઉ છું,
મિત્રો પ્રત્યે અપાર લગાવ રાખું છું,
શબ્દ ના બને તીર તલવાર,
એટલે એને મ્યાનમાં રાખું છું,
ફક્ત પ્રેમ અને લાગણીઓને જ હું ધ્યાનમાં રાખું છું,
તમે તો છો ધરા પર ના ચાંદ,
એટલે તો અમાસ ના પણ તમારા આવવાની આશ રાખું છું,
હૈયે પ્રેમ તમારા માટે ખાસ રાખું છું.
