રજની
રજની
વિધવિધ રૂપો ઘોર રજનીના, કંઈક ખોફ તો કોઈક સૌમ્ય
વિષાદ આનંદ છે ચક્રતુલ્ય, રજનીથી જ દીસે દિનનું મૂલ્ય,
નીરવ રજની શાન્ત અવની, મીઠી નીંદર માણે સૃષ્ટિ
બોલે તમરાં તિમિર રાતે, ખોફની જાણે ભયાનક વૃષ્ટિ,
મેઘલી રાતો માંડે ગર્જના, ભયંકર ભાસે વીજ કડાકા
દૂર આભલે ઝગમગી સીતારા, નીતરાવતા દૂધની જ ગંગા,
વહે વાયુ તરૂવર શાખે, દિલ કંપાવે જોશે ફરકંત પર્ણ
ઘોર જંગલે ઘૂવડો બોલે, તીણી ચીસે ગભરું થરથર કંપે,
શાંત નગરો દીસે સ્મશાનવત, ઝડપાય જગત જંગલ રાજે
ખીલતો સોમ કરવટો બદલે, ધરતી ઉરે સાગર સળવળે,
કષ્ટભંજન કાળી ચૌદશ રાત્રી, સુમંગલ ઉપવાસી શિવની રાત્રી
પૂનમ ઉજાશી અમાવસ્ય અંધારી, સુખનો સૂરજ ને દુઃખની રાત્રી,
નગર વગડે જેવી ભાળી એવી નાણી, અમે તને ઓ મહારાત્રી
કદી કરાલ કે ઘેલી પૂનમી, અદભૂત ખેલતી તું સામ્રાજ્ઞી રાત્રી.