સરસ્વતી વંદના
સરસ્વતી વંદના
એકવાર આવો મા સરસ્વતી,
આવો, આવોને મા સરસ્વતી,
બીરાજો અમારી શાળામાં,
બીરાજો અમારા રુદિયામાં,
એકવાર આવો.
શાળા અમારી સ્વચ્છ સુંદર,
જેવું આશન તમારું શ્વેત કમળ,
ધ્યાન ધરી, પ્રાર્થનાઓ કરતા,
જેમ મયુર તમારા ટહુકા કરતા,
એકવાર આવો.
બાગ બનાવ્યો, શ્વેત ફુલડાનો,
હુંતો હાર બનાવું શ્વેત મોગરનો,
તુંને ગમતા જે ફૂલ મોગરાના,
મા તુને નમીએ વારંવાર,
મુંજને આશિષ આપોને વિદ્યાના,
એકવાર આવો.
મા દિપ જલાવી, ધુપ ધરું,
માં “સ્નેહ” ધરી વંદન કરું,
દિપ જલાવે અજ્ઞાન હટે,
તેમ ધુપ જલાવે જ્ઞાન વધે,
એકવાર આવો.
