STORYMIRROR

Swati Pavagadhi

Inspirational Others

4.9  

Swati Pavagadhi

Inspirational Others

તું પતંગ હું દોર

તું પતંગ હું દોર

1 min
1.0K


તું મારો પતંગને, હું તારી દોર

આ વહેતા પવનની સાથ, આપણે પણ વહીએ


જોડ આપણીને , ખેલ છે પવનનો

એની વિરૂધ્ધ દિશામાં તો,

કોઈ ઉડી નહીં શકવાના


જો ઉડવા જશે, તો પણ ફાટી જવાના

તો, એજ દિશામાં ઉડવાની મજા લઈએ


તું મારો પતંગ ને, હું તારી દોર

પવનની આ હેલીમાં, હડસેલા લેતા

અંબરને ચૂમીએ


જયાં સુધી સાથે છીએ, રંગ રાખી લઈએ

તું મારો પતંગને, હું તારી દોર


શું ખબર કયારે; કાપ્યો જ છે ના લય સાથે,

અલગ થઈ જઈએ ?

ચાલ, જોડે આ નીલ ગગનમાં ઉડી લઈએ


તું મારો પતંગને, હું તારી દોર

તારા વગર તો, હું આભ આંબી નહીં શકું

ને મારા વગર, તું ઉડી નહીં શકે


ચાલને, તો એક-બીજામાં પરોવાઈ ને

આમ જ, મન મૂકી ઉડી લઈએ

તું મારો પતંગને, હું તારી દોર


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational