પ્રેમથી પોઢજે રે.
પ્રેમથી પોઢજે રે.
દીકરી નાની મોબાઈલ લઇ કાને ધરતી રે
નાના હાથથી ઓન કરી ગેમ રમતી રે
દીકરી મીઠી નિદ્રા લેજે રે, હાલા...
હલ્લો હલ્લો કરી ગુડ્ડી ડેડીને બોલાવે રે
દોર પકડી હળવેથી ડેડી ઝુલાવે રે
દીકરી મારી પારણીએ પોઢજે રે. હાલા...
જમીન પર સુવાડો તો મોટેથી રોતી રે
ટી.વી. સામે આંખો ફાડીને તું જોતી રે
દીકરી મારી ઘડી આંખો મીંચજે રે
જાત જાતના ને ભાત ભાતના રમકડા રમતી રે
ડોરેમોન અને ટેડીબેર લઇ સાથે સુતી રે
દીકરી મારી પ્રેમથી પોઢજે રે. હાલા...
વોટ્સએપની દુનિયામાં તારો ફોટો ફરશે રે
લડાલી મારી દીકરીને બધા લાઈક કરશે રે
લાડકી મારી હિંચકે હીંચજે રે, હાલા...
દીકરી તારા નામના એસ.એમ.એસ. આવશે રે
ડેડીને મોમ વાંચી ખુશ થાશે રે
દીકરી મારી ઘસઘસાટ ઊંઘજે રે, હાલા...
આજના મા-બાપ સમય નથી આપતાં રે
ચીજ વસ્તુ આપી બાળક રાજી રાખતાં રે
દીકરી મારી સમયસર સુઈ જાજોરે, હાલા...
