તારી પાસે
તારી પાસે
ક્ષણેને ક્ષણે કંઈક માંગુ હે ઈશ્વર તારી પાસે,
રાત પછી દિવસ જોઉ આ ઈચ્છા રાખું તારી પાસે.
પાપ વીના સાધારણ માનવ અવતાર આપ્યો હતો,
અમે કર્યા પાપ અને પુણ્ય માંગીએ તારી પાસે.
જાણીએ છીએ કે જન્મ પછી મૃત્યુ નક્કી છે,
છતાં જીવવાની ભીખ માંગીએ તારી પાસે.
નીરાશાની દરેક પળે આ મનમાં આંધકાર ફેલાય છે,
એ અંધકારમાં અંજવાળું માંગુ હું તારી પાસે.
ક્ષતિ યૂક્ત આ જીવન "મર્મ" વીના લાગે છે કંટાળાજનક,
ફરી ના જોઈએ આ જીવન આ ઈચ્છા રાખું તારી પાસે.
