કલરવ
કલરવ
કેવો મજાનો થઈ રહ્યો છે કલરવ,
થોડી લિલેરી ડાળીઓની વચમાં.
ઉપર આભલુ ને નીચે છે ધરતી,
ઉડે ત્યાં કલરવ બેઉની અધવચમાં.
કોણ બોલાવે કોને શું ખબર પડે ?
તોયે થયા કરે કલરવ બેઉની વચમાં.
બોલ એમના સમજાય ના માનવને,
અબોલા સમજે કલરવ બની ચાંચમાં.
નથી સમજ માણસ ને શુ છે માણસાઈ
સમજાવી જાય ઘણું કલરવ બની ચાંચમાં.
