STORYMIRROR

Arun Gondhali

Inspirational

3  

Arun Gondhali

Inspirational

દાંપત્ય દિવાળી

દાંપત્ય દિવાળી

1 min
344

હે પ્રિયે,

તું જ મારું આંગણ,

તું જ રંગ, હું કરોટી, 

બનાવીએ દિવાળીની રંગોળી.


તું જ તનકતારા,

તું જ રંગીન દીવાસળી,

હું ઊડું રોકેટ બની આકાશે,

કરીશું આતશબાજી.


તું જ કોડિયું

તું જ કંદિલ, હું તેલ દિવેટ,

ઝળકાવીશું દીવડાઓથી, આંગણ અને ખેત.


તું જ ઘારી,

તું જ ઘૂઘરા, હું બનું ચોળાફળી,

જાફત ઉડાવીશું મીઠાઈની આપ-લે કરી.


તું ભાતીગળ કાર્ડ ગ્રીટિંગ,

તું આકર્ષિત લખાણ,

હું બની ટિકિટ પોસ્ટની,

દૂર સગાને આપીશું દિવાળીની વધામણી.


ઘરોમાં કો'ક એકલાં હશે,

ખુબ મઝામાં છીએ એમ કે'નારા હશે,

યાદ કરી એમને ભેટીએ, પ્રેમની ઝપ્પી થકી.

શુભેચ્છા આપશું ગામમાં રૂબરૂ મળી.


વોટ્સઅપ ઉપર સરતી

આંગળીને બદલે,

હાથ લંબાવી રૂબરૂ મળીએ,

અબોલા દૂર થશે,

મન હળવા થશે,

દિવાળી ઉજવ્યાનો

આનંદ અપાર થશે.

દાંપત્યમાં જીવનમાં દિવાળીના

રંગ હજાર પુરાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational