આવો સૌ મળી કરીએ ઉજવણી
આવો સૌ મળી કરીએ ઉજવણી
નાતજાતના ભેદભાવ ભૂલી,
ને અંધકારના વમળો ખોલી.
આવો સૌ મળી કરીએ ઉજવણી...
મનનાં સૌ કપટ છોડી,
ને ગુલામીના બંધન તોડી.
આવો સૌ મળી...
ચહેરા પર સ્મિત રેલાવી,
ને વિરહનાં આંસુ દબાવી.
આવો સૌ મળી...
જીવન જીવવાની કળા શીખી,
ને નવાં સૂર્યોદયની આશા રાખી.
આવો સૌ મળી...
દરેક સંબંધોને આદર્શ માની,
ને ખુલ્લાં દિલે બની દાની.
આવો સૌ મળી...
વિશ્વબંધુત્વનો ભાવ સ્વીકારી,
ને પ્રેમનાં સમુદ્રમાં ડૂબકી મારી.
આવો સૌ મળી...
સૌ માનવજાત સાથે રહી,
ને જીવનમાં આવતાં સુખ-દુઃખ સહી.
આવો સૌ મળી.
