દીકરી અને કવિતા
દીકરી અને કવિતા
દીકરી અને કવિતા બંને સરખા
એકમાં શારીરિક પીડા,
બીજામાં મનોમંથન,
એક શારીરિક રૂપે જન્મે,
બીજું કવિતા રૂપે,
ભાવ ઊર્મિ બંને માટે સરખા,
એક શરીર સ્વરૂપ ધારણ કરેે,
બીજું પ્રાસ ને અલંકાર થકી શબ્દ,
બંનેમાં નવો દરજજો મળે,
એક બનાવે મા,
બીજો બનાવે કવિ,
બંને અલગ ઓળખ આપે મારી,
બંને પ્રાણથી પ્યારા.
