આઝાદીનો અમૃત મહોત્સવ
આઝાદીનો અમૃત મહોત્સવ
ગુલામીની જંજીરો તોડી, વાસુદેવ બળવંત ફડકે,
આઝાદીનાં જંગમાં સૌપ્રથમ શહીદ થઈ ગયા.
ધારાસભાના બોમ્બમાં પડઘો સામ્રાજ્યવાદનો,
ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત શહીદ થઈ ગયા.
રાષ્ટ્રીય સાહિત્ય ચેતનાસંચારમાં, પ્રેરણાએ બિસ્મિલ,
અશફાક ઉલ્લાખાં હિંદુ-મુસ્લિમની મિશાલ થઈ ગયા.
આઝાદ, સ્વાધીનતા, અને જેલખાનાનાં સરનામે,
આત્મસમર્પણમાં પિસ્તોલે શહીદ થઈ ગયા.
અન્યાય સામેના પ્રહારમાં ન્યાયાધીશ કીંગ્સફોર્ડ,
ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી શહીદ થઈ ગયા.
ભરબજારે વાયુ વેગે વીંધી વિલિયમ વાયલીને,
મદનલાલ ઢીંગરા ફાંસીએ શહીદ થઈ ગયા.
ક્રાંતિનો સંદેશો ફેંકી, લાલા લજપતરાયના ન્યાયે,
'ઇન્કલાબ ઝિંદાબાદે' ત્રિપુટી મિત્રો શહીદ થઈ ગયા.
ઘર અમારા વિદેશમાં, હૈયામાં હામ આઝાદીની,
'ઇન્ડિયા હાઉસે' શ્યામજી કૃષ્ણવર્મા થઈ ગયા.
કંઈક નાની-અનામી ક્રાંતિકારો થઈ ગયા છે,
હતા જે પડદા પાછળ, નામશેષ થઈ ગયા.
