STORYMIRROR

Shamji Babriya

Inspirational

4  

Shamji Babriya

Inspirational

છવાયા રંગ બેરંગો ધુળેટીમાં

છવાયા રંગ બેરંગો ધુળેટીમાં

1 min
307

છવાયા રંગ બેરંગો ધુળેટીમાં,

ઉમળકાથી ગુલાલો સંગ ખેલે રે.


સહજતાથી જ રગડોળી, ઝબોળીને,

ડબોળી ડોલમાંથી રંગ ઉછળે રે.


મુલાયમ હાથ પર એવા ચલાવીને,

ટીંગાટોળી  કરીને અંગ મરડે રે.


જુઓ ! તો રંગટોળીની મહેફિલમાં, 

નવોઢાના ચહેરા કેમ મલકે રે ?


રમે છે કાન રાધા રંગ રસિયા રે,

 ગોકુળના આંગણામાં રંગ છલકે રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational