STORYMIRROR

Deepak Solanki

Others Romance

3  

Deepak Solanki

Others Romance

વ્હાલમ

વ્હાલમ

1 min
26.9K


તું તો રૂપરંગનો કટકો જાણે,

હું છું અલબેલો સાજન વ્હાલમ,

તારી નજરૂએ બાંધી રાખી છે,

મારી આ આવન-જાવન વ્હાલમ,


હું તો કૃષ્ણ-કનૈયાનું મોરપિચ્છ,

તું રાધા નામે રૂપાળી વ્હાલમ,

હું તો કાનુડાની વાંસલડી ને પાઘલડી,

તું રાધા જેવી નખરાળી વ્હાલમ,


તુજને દેખ્યાં બાદ પછી તો,

રુદીયું,મનડું થયું છે ધન-ધન વ્હાલમ,


તું તો રૂપરંગનો કટકો જાણે,

હું છું અલબેલો સાજન... વ્હાલમ,


સાંજ પડે ને સંગ સખીઓ મટકી લઈ,

તું આવે ભરવા યમુના તીરે પાણી વ્હાલમ,

તારા છેલછબીલા, મઘમઘતા, લટકા-મટકા,

કેશ મને બોલાવે યમુના તીરે તાણી વ્હાલમ,


તારો સુંવાળો હાથ મને જો અડકી જાય,

ક્ષણભરમાં તન મારું થાએ પાવન વ્હાલમ,

તું તો રૂપરંગનો કટકો જાણે,

હું છું અલબેલો સાજન વ્હાલમ,


દલડું દાઝે છે ,જો તું ના આવે કો' દા'ડે,

ગોકુળની સુમસાન શેરીએ વ્હાલમ,

પગલું મંડાય , એવી આશા છે રૂદીયાને,

એકીટશે છે આજ ધ્યાન શેરીએ વ્હાલમ,


પીપળના છાંયે,વડલાની ડાળે, બેસીને હું,

મનવી રહ્યો છું મારું મન વ્હાલમ,

તું તો રૂપરંગનો કટકો જાણે,

હું છું અલબેલો સાજન વ્હાલમ.


Rate this content
Log in