આવી છે ફરી દિવાળી
આવી છે ફરી દિવાળી
આવી છે ફરી દિવાળી,દૂર થયું હવે અંધારું,
મનની કરી સફાઈ, ફેલાવો હવે અજવાળું.
વાણી મીઠી મીઠી બોલી,વહેંચો શબ્દોની મીઠાશ,
આનંદની કરો લ્હાણી, ન રાખશો એમાં કોઈ કચાશ.
ફિકરની કરો આતશબાજી,ઉડાવો એના ધુમાડા,
ખુશીઓની આવશે રેલી, કરો એના ફુવારા.
gb(0, 0, 0);">ઉમીદની કરો રોશની, દીપ જલાવો શ્રદ્ધાનાં,
લક્ષ્મીની કૃપા વરસે, કરો આતમમાં અજવાળા.
નવી આશાઓનાં કિરણોથી ઉગશે નવું પ્રભાત,
મૃદુલ મન સૌનાં જીવનમાં લાવશે નવો પ્રકાશ.
રામજી ને કરી યાદ મનાવીએ દિવાળી આજ,
કામ, ક્રોધ, મદ, મોહ મારી સ્થાપીએ રામ રાજ.