STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલ ને

ચાલ ને

1 min
360

ચાલને ! આપણે કુદરતનાં સાનિધ્યમાં જઈએ,

કુદરતની અદભુત કલાકારીને તસવીરોમાં કેદ કરીએ,


આ ઝરણાના ઝણકારને હૃદયમાં કેદ કરીએ,

આ પંખીનાં ટહુકાનું સંગીત લઈએ,


આ ખળ ખળ કરતા નદીઓનાં નીરથી

આંખોની પ્યાસને તૃપ્ત કરીએ,


ચાલને આપણે સરોવર કિનારે ફરિયે,

કાદવમાં ખીલેલા કમળ પરથી કૈક પ્રેરણા લઈએ,


ચાલને આપણે બાગ બગીચે જઈયે,

કાંટા વચ્ચે ખીલીને પણ મુસ્કુરાવાનું શીખી લઈએ,


ચાલને આપણે સાગર કિનારે જઈયે,

સાગર જેવું વિશાળ દિલ રાખી જીવનને સરળ બનાવી લઈએ,


ચાલને આપણે કુદરતનાં સાનિધ્યમાં જઈયે,

જીવનની દરેક પળને યાદગાર બનાવવા,


હૃદયમાં કેમેરામાં કંડારિયે,

ચાલને આપણે જીવનને સાચા અર્થમાં જીવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational