બંધ કર
બંધ કર
ઘા મારા ખોતરી ખોતરી, પીડા આપવાનું બંધ કર,
હું ભૂલી ચૂકી છું તને, તું યાદ આવવાનું બંધ કર.
સૂકાં નહિ, લીલા પાનો પણ ક્યાં બચ્યા છે વૃક્ષ પર,
ઊઘડતી પાનખરે, વસંતને યાદ કરાવવાનું બંધ કર.
ફાવશે અમને થોડા સિતારા જ સંગાથે હશે તો !
અમાસની રાતે, ચાંદની યાદ કરાવવાનું બંધ કર.
થોડું ભીંજવી પાછી ફરતી લહેરોનો શો ભરોશો ?
તહસનહસ થયેલો શાંત કિનારો, યાદ કરાવવાનું બંધ કર.
જિંદગીની વાટે મળતાં સૌને પોતિકા કેમ માની લઉં ?
મૃગજળ સ્નેહ કાજ તડપી'તી, યાદ કરાવવાનું બંધ કર.

