ઓ મોરી રાધા ગોરી
ઓ મોરી રાધા ગોરી
ઓ મોરી રાધા ગોરી,
તું ચંચળ, ચિતહારી !
ઓ મોરી રાધા ગોરી..
હું નિર્મોહી તુંં મોહિની,
હૂં શ્યામ ! તું સ્વેતાગીની !
ઓ મોરી રાધા ગોરી....
હું સર્વહૃદયવાસી ને
તું મુજ હૃદયવાસી !
ઓ મોરી રાધા ગોરી....
હું ધરું અધરે વાંસલડી,
ને તું ધરે અધરે મધુરાધિપતિ !
ઓ મોરી રાધા ગોરી..........
જગ ગાયે મુજ ગીત મધુરા,
ને હું ગાઉં ગીત મધુ તોહરા !
ઓ મોરી રાધા ગોરી..........
હું ગોરી જગત માલિક ને,
તું મુજ હૃદય મલ્લિકા !
ઓ મોરી રાધા ગોરી..........
પળ પળ મુજ ઝંખે દુનિયા સારી,
કાન્તાસુત કિશન ગોરી તુને ધારી ધારી !
ઓ મોરી રાધા ગોરી,
તું ચંચળ ચિત્તહારી !

