STORYMIRROR

PRAVIN PATEL

Tragedy Others

4  

PRAVIN PATEL

Tragedy Others

સંબંધો પણ બદલાય છે

સંબંધો પણ બદલાય છે

1 min
185

સંબંધો પણ સમય મુજબ બદલાય છે,

જેમ મોસમ મુજબ મિજાજ બદલાય છે !


જે હાથમાં જિંદગીભરનો સાથ અનુભવાતો,

એજ હાથસ્પર્શ સંજોગો મુજબ બદલાય છે ?


સમજાતું નથી માનવ પણ કેટલાં રૂપો બદલે છે ?

કાચીંડા સમ જરૂરત મુજબ જોને બદલાય છે !


બસ આટલી જ કદર પ્રેમસંબંધોની દુનિયામાં !

પૈસા આગળ પ્રેમનું'ય સ્વરૂપ કેવું બદલાય છે !


આપ્યો તો પ્રેમ કેવળ પ્રેમ ખાતર જે સ્વજનોને,

કાન્તાસુત પ્રેમમૂલ્ય પણ પળભરમાં બદલાય છે !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Tragedy