STORYMIRROR

PRAVIN PATEL

Inspirational Others

4.2  

PRAVIN PATEL

Inspirational Others

કર વિશ્વાસ

કર વિશ્વાસ

1 min
177


કર વિશ્વાસ જે સામે જ બોલે,

ન કર વિશ્વાસ જે પીઠ પર બોલે !


ખુદદારી ઈમાનદારીની વાત ન્યારી !

પણ જરૂર પડે કોઈ પડખે ન તારી !


અહીં તો સૌ પળે પળે રંગરૂપ બદલે છે,

મળે જ્યાં સુધી મેવા ત્યાં સુધી સૌ નમે છે !


આજે જે નમે છે તને, કાલે બીજાને નમવાના,

અસ્ત થતાંને કોણ પૂછે ? ઊગતાને પૂજવાના !


જેનું મન સાફ એ કરશે સદા વાત સાફસાફ,

બોલી છો હો કડવી પણ વાતમાં હશે ઇન્સાફ !


નજર મિલાવી વાત કરે એને નજર અંદાઝ ન કર,

કાન્તાસુત નજર પારખ હો તુજ પાસ પરખ નજર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational