કશું અંગત નથી
કશું અંગત નથી
આમ તો મારાં જીવનમાં કશું અંગત નથી,
પારકાં ને પોતાના એવું ખાસ અંગત નથી !
આંખમાં એવા કોઈ ખાસ સપનાઓ નથી,
કોઈ કહાની કોઈ વાતો ખાસ અંગત નથી !
હું છું વહેતાં ઝરણાં જેવો નિર્દોષ ને ચંચળ,
કોઈ નક્કી પથ કે મંજિલ ખાસ અંગત નથી !
સદા રાખ્યો હસતો ચહેરો ને હસતી આંખો,
કારણ કોઈ દોસ્ત, દુશ્મન ખાસ અંગત નથી !
સંબંધો રાખ્યાં છે કાન્તાસુતે સદા માણસ સંગ,
હિન્દુ હો કે મુસલમાન એવું ખાસ અંગત નથી !
