Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Children

4  

PRAVIN PATEL

Children

સૂની લાગે આંગણવાડી

સૂની લાગે આંગણવાડી

1 min
251


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી,

બહુ થયું હવે ખમૈયા કરો ને હે ! વનમાળી !


આવકારો આપવા સજ્જ છે સર્વ ગુરુગણ

બાળ ક્યારે આવશે ? ઊભા લૈ હાથમાં તોરણ !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી....


ગણિત સાહેબ ગણી થાક્યાં કોરાનાનું ગણિત,

કરે સંતાપ હવે હું કોને શીખવું જીવનનું ગણિત !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી..............


ગુજરાતી શિક્ષક થયા બાળ વગર રાતા પીળા,

બાળ વગર કને પાસે ગવડાવું ગીત જળકમળ !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી.............


પી. ટી સાહેબની સીટી પણ થઈ ગઈ સૂની સૂની,

ને રમતમેદાન પણ હીજરાય વગર બાળ તોફાની !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી.........


મેદાનમધ્યે ઊભો પી.ટી સાહેબ ભૂતકાળે ગયો સરી,

કાન્તાસુતને આજેય સંભળાય બાળકોની કિલકારી !


બાળ વગર સૂની સૂની લાગે આંગણવાડી,

બહુ થયું હવે ખમૈયા કરો ને હે ! વનમાળી !


Rate this content
Log in

Similar gujarati poem from Children