Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Classics Inspirational

4  

PRAVIN PATEL

Classics Inspirational

ગઈ કૉલેજ ને ગઈ મસ્તી

ગઈ કૉલેજ ને ગઈ મસ્તી

1 min
240


ગઈ કૉલેજ ને ગઈ મસ્ત મસ્તી ઍજ,

ગઈ એ જિંદગી, ને ગઈ મજા સહજ !


જિંદગી વૈભવ હતો ને હતો સુવર્ણકાળ,

વર્તમાને ક્યાં નસીબમાં એ આનંદ પળ !


કાળ વહેણમાં ડૂબી ગઈ એ સોનેરી યાદ,

તોય અંતર આકાશે અકબંધ રાખી યાદ !


હતી જિંદગી નિર્દોષ ! ને હતા મિત્રો નિર્દોષ,

ન સ્વાર્થ,ન કપટ,હતો તો હતો પ્રેમ નિર્દોષ !


હતી મસ્તી ને હતી કેવળ પુસ્તકમાં જિંદગી,

ને હતી મુક્તગગને ઊડતાં ખગ સમ જિંદગી !


ને છું હુંય નસીબધની જીવને મળ્યાં ખરા યાર,

વર્ષો બાદ મળે તોયે ઝળકે નેને નેહ ને આદર !


કરું મિન્નત ખુદાને સદા સુખી રહે યાર સંસાર,

કાન્તાસુત પાક હૈયાનો હે ખુદા સુણજે પુકાર !


Rate this content
Log in

Similar gujarati poem from Classics