સૂર્યમાળા
સૂર્યમાળા
બ્ર્હમાંડ મધ્યે આકાશગંગામાં સુરજ નાનો તારો,
સૂર્ય કહે ગ્રહ, ઉપગ્રહ ધૂમકેતુ છે પરિવાર મારો,
બુધ, શુક્ર, પૃથ્વી ને મંગળ આંતરિક ગ્રહ ચાર,
ના વલય, ઓછા ચાંદ ને ઘન ખડકના ભંડાર,
ગુરુ, શનિ, યુરેનસ ને નેપ્ચ્યુન બાહ્ય ગ્રહ ચાર,
બરફ ને વાયુ વીંટળાયા વલયથી ચંદ્ર અપાર,
કનિષ્ઠ બુધ સૂર્યે પોતાની સૌથી નજીક રાખ્યો,
વિષમકેન્દ્રી ધીમી ચાલ ના રસ ઋતુનો ચાખ્યો,
ગ્રહ આમ તો ચાલે છે ઘડીયાલની જેમ સવળા,
આડો ધરી ઉપર યુરેનસ ને શુક્ર ચાલે અવળા,
p>અતિ ઉષ્મ શુક્ર દીસતો તેજસ્વી ને ક્રમ બીજે ગુરુ,
પૃથ્વી પર જળ પ્રાણવાયુ જીવન માટે બધું પૂરું,
નેપ્ચ્યુન યુરેનસ બે ગ્રહ દેખાય નહિ નરી આંખે,
જ્યેષ્ઠ ગુરુ પણ શોભે સુંદર વલય શનિની પાંખે,
લાલ ઘુમ મંગળ પર પર્વત ઊંચો ને ખીણ ઉંડી,
ઋતુચક્ર મંગલમાં ને બુધ, શુક્ર મહીં ઉષ્મા ભૂંડી,
પૃથ્વી સમ નેપ્ચ્યુન રંગે ભૂરો ને સવિતાથી દૂર,
શુક્રનો દિવસ વરસથી મોટો નેપ્ચ્યુન ઉણો નૂર,
પૃથ્વી સરીખું કોઈ નહીં જગમાં જાણો એકજ ઘર,
જહાં પશુ પંખી વૃક્ષ કિલ્લોલ કરે ધરતી તટ પર.