STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

બદલાઈ ગઈ

બદલાઈ ગઈ

1 min
193

તમારી કરી લીધી મે સંગત

મારી દુનિયા બદલાઈ ગઈ.

 બન્યા તમે જ્યારથી મારા અંગત

મારી દુનિયા બદલાઈ ગઈ.


શૂન્ય હતી હું એકડો થઈ આવ્યા તમે

તમારી સાથે જોડાઈ મારી કિંમત વધી ગઈ.

જો ને મારી દુનિયા બદલાઈ ગઈ.


બહુ મુશ્કેલ હતી જીવનની આ રમત

તમે આવ્યા ને જો ને આ જીવનની રમત જીતાઈ ગઈ.

જો ને

મારી દુનિયા બદલાઈ ગઈ.


હતો થોડો અમથો લગાવ આ જીવન પ્રત્યે

પણ તમે આવ્યા ને મારી નિયત બદલાઈ ગઈ.

મારી દુનિયા જ બદલાઈ ગઈ.


કાચ મટી હું કંચન બની ગઈ

પથ્થર મટી હું મુરત બની ગઈ.

તમારી સોબતની જો ને આ કેવી અસર થઈ ગઈ

જુઓ ને મારી આખી દુનિયા બદલાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance