અર્પણ
અર્પણ
આખું આયખું તને અર્પણ કરૂં,
રાહમાં તારી હો અંધકાર તો સૂરજ બની રાહ રોશન કરૂં,
આખું આયખું તને અર્પણ કરૂં,
તારી વિરાન બગીયા ને ફૂલોની મહેક આપું,
ખુશ રહેવાને સદા તને એક કારણ આપું,
તારી ઉદાસ આંખોમાં નવા રંગીન સપના બની ખુશીઓની લહેર અર્પણ કરૂં,
તારી તરસ ને તૃપ્ત કરવા મીઠું ઝરણું બનું,
તારા સપનાઓને નવું આકાશ આપું,
તારી ઈચ્છાઓને પૂર્ણ કરવા આકાશેથી ખરતો તારલો હું બની જાવ,
તને દુનિયાની તમામ ખુશીઓ અર્પણ કરવા
હું મારી ખુશીઓનું તર્પણ કરી જાવ,
મારૂં આખું આયખું તને અર્પણ કરી જાવ,
મારૂં જીવન તને સમર્પણ કરી જાવ,
શું તારું ને શુ મારૂં ?
છે આપણું બધું સહિયારૂં,
આંખ મારી ને સપનાઓ તારા હોય,
હોઠ તારા ને હાસ્ય મારૂંં હોય હૃદય મારૂં ને વિચારો તારા હોય,
અશ્રુઓ ખરે જો તારા તો અશ્રુઓનું કારણ હું મિટાવી દઉં,
તારા માટે તો
હું ઈશ્વર
સાથે પણ લડી લઉં,
શું અર્પણ કરૂં હું તને ?
લાવ મારૂં પૂરું આયખું અર્પણ કરી દઉં,
આ જીવન તને સમર્પિત કરી દઉં.

