શોધું છું
શોધું છું
તારી આંખોમાં મારા પ્રેમના
અણસાર ને હું શોધું છું,
માદક હવાના આહલાદક સ્પર્શમાં
તારી યાદોના ઉજાસ ને હું શોધું છું,
તારી ઇન્તેઝાર ની આતુરતા ને
ફૂલોની મહેકમાં હું શોધું છું,
તારા આગમનના એંધાણ ને
મહેકતા ઉપવનમાં હું શોધું છું,
તારી મોજુદગી ના અહેસાસને
આ નયનરમ્ય પ્રકૃતિના કણકણમાં હું શોધું છું,
મારી જિંદગીના આયનામાં
તારા પ્રતિબિંબને હું શોધું છું,
વેદનાથી વ્યથિત થયેલા હૃદયને તૃપ્ત કરવા
તારી નશીલી નજરના જામને હું શોધું છું,
મારા હૃદયની ધડકનમાં મારી નસેનસમાં
તારા અસ્તિત્વના દર્પણને હું શોધું છું.

