STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

ગઝલની કોશિશ

ગઝલની કોશિશ

1 min
261

 ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા, જાણું છું

ગુરુ લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ બધું જાણું છું,


તારી આંખમાં આંજેલ મેશને કાજળ કહું,

સારું ન જ લાગે ગઝલમાં એ પણ જાણું છું,


કાળા ભમ્મર લાંબા વાળને કેશ તરીકે જાણું છું

તારા ગુલાબી હોઠને ગુલાબ કહેવું પડે જાણું છું,


લટકંતી ચાલને મોરનીની ચાલ તરીકે જાણું છું

આંખોના ઉલાળાને 'રોશની'ના ચમકારા જાણું છું,


બંધારણ જળવાઈ રહેવું જોઈએ ગઝલમાં જાણું છું

પણ તું સામે આવે તો એમાં હૃદયના ભાવ જાણું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance