Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjana Solanki Bhagat

Tragedy

3  

Ranjana Solanki Bhagat

Tragedy

સંબંધો

સંબંધો

1 min
367

ઝડપથી વહી જતાં જીવનમાં,

ધીરે - ધીરે નાટક ભજવતા - ભજવતા,

ક્યારેક હસવું તો ક્યારેક રડવું પડે છે.

આમ, રડતાં - રડતાં હસવું આવી જાય છે,

તો ક્યારેક હસતાં - હસતાં રડી પડાય છે.

વિચારું છું એકલતામાં જ્યારે,

એ વિતેલા દિવસો વિશે તો ખ્યાલ આવે છે,

કેટલું સાચું, કેટલું ખોટું રમી ગયા એ મિત્રો...!

ક્યારેક પોતાના તો ક્યારેક પારકાં લાગતાં એ સંબંધો,

તૂટ્યા છતાં જોડાયેલા છે હજુ પણ

નરી આંખે ન દેખાતા એ પાત્રો...!

યાદોમાં હજુ પણ ઝલક આપી જાય છે ને

ક્યારેક તો મળીશું એવી આશા બંધાવી જાય છે.

ઝડપથી વહી જતાં જીવનમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy