STORYMIRROR

Lichi Shah

Tragedy

3  

Lichi Shah

Tragedy

હું - તું

હું - તું

1 min
12.3K

મારગનાં બે છેડા, એક હું એક તું 

એમ હું અલગ ને તું અલગ. 


પ્રેમ નો એક જ છોડ - છોડ નાં બે વેલા 

એક હું એક તું 

એમ હું અલગ ને તું અલગ.


ખળ ખળ વહેતી નદી, 

સામ સામે કિનારે બે બેઠેલા 

એક હું એક તું 

એમ હું અલગ ને તું અલગ.


ગાઢ નિંદ્રા માં પોઢેલા 

પણ સ્વપ્નમાં જાગેલા 

એક હું એક તું 

એમ હું અલગ ને તું અલગ.


એક મુસ્કાન -એક ધબકાર -એક નજરથી બનેલા 

એક હું એક તું 

છતાં હું અલગ ને તું અલગ.


લોક વાયકા, લોકગીત અને લોક જીભે ચડેલા 

એક હું એક તું 

એમ હું અલગ ને તું અલગ.


એક ઉગમણી, એક આથમણી -સમયની બે વેળા 

એક હું એક તું 

એમ હું અલગ ને તું અલગ.


એકબીજાની આરઝૂમાં વસેલા 

એક હું એક તું 

છતાં હું અલગ ને તું અલગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy